અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસન દ્વારા રજુ કરાયેલ આર્થિક પ્રોત્સાહન પેકેજ પછી આ વર્ષે 640,000 કરતાં પણ વધારે નવી નોકરીઓ પેદા થઈ કે પછી સુરક્ષીત રહી.
સમાચાર એજંસી ડીપીએના જણાવ્યાંનુસાર વાઈટ હાઉસના પ્રવક્તા રોબર્ટ ગિબ્સે કહ્યું કે આ આંકડાઓ દ્વારા સંકેત મળે છે કે આગામી વર્ષે અમેરિકામાં 35 લાખ નવી રોજગારની તક ઉત્પન્ન થશે. આ નોકરીઓ આધારભુત સંરચના સાથે જોડાયેલ પરિયોજનાઓ, શિક્ષા, સ્વાસ્થ્ય સેવા અને લીલા પ્રૌદ્યોગીક ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. વાઈટ હાઉસના આ આંકડા છતાં પણ બેરોજગારીનો દર 9.8 ટકા છે જે 25 વર્ષ દરમિયાન પોતાના સૌથી ઉંચા સ્તર પર છે.