દિલ્હીની નજીક સીતાપુર ઔધીગીક ક્ષેત્રમાં ઈંડિયન ઓઈલના એક ડિપોમાં લાગેલી આગ પર લગભગ 24 કલાક પછી પણ કાબુ નથી મેળવી શકાયું. આ ઘટનાની અંદર પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે અને 150 લોકો ઘાયલ થયાં છે. અધિકારીઓ આગ બુઝાવવા માટે તેલનો ભંડાર ખત્મ થવાની રાહ જોઈ રહ્યાં છે. એક અનુમાનને અનુસાર આગને લીધે 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું નુકશાન થયું છે.
જયપુરના જીલ્લા કલેક્ટર કુલદીપ રાંકાએ કહ્યું કે, શુક્રવાર સાંજ સુધીમાં આ ઘટનાની અંદર પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. બચાવ કાર્યની મદદ માટે સેનાને પણ કામે લગાવવામાં આવી છે. ઈડિયન ઓઈલના અગ્નિશમક દળ દિલ્હી, પાણીપત અને હરિયાણાથી ઘટના સ્થળ પર પહોચી ગયાં છે, જ્યારે કે તેલ તેમજ પ્રાકૃતિક ગેસ નિગમના ગુજરાતના હજીરાથી પણ એક દળને મદદ માટે મોકલવામાં આવ્યું છે.