દૂરસંચાર પરિચાલક આઇડિયાએ દેશભરમાં પ્રતિ સેકન્ડ કોલ દરની યોજના રજૂ કરી છે. તેનાથી મોબાઈલ બજારમાં જારી કોલ દર યુદ્ધ વધુ તેજ થવાની સંભાવના છે.
કંપની તરફથી જારી યાદી અનુસાર, આ યોજનાને લેનારા ગ્રાહક તમામ સ્થાનીય તથા એસટીડી કોલ એક પૈસા પ્રતિ સેકન્ડના દર પર કરી શકશે. આ અગાઉ આ માસે આઈડિયાએ હિમાચલ પ્રદેશના ગ્રાહકો માટે પ્રતિ સેકન્ડના પલ્સ રેટ રજૂ કર્યાં હતાં.
આઇડિયા સેલ્યુલરના મુખ્ય માર્કેટિંગ અધિકારી પ્રદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, અમારી નવી પ્રતિ સેકન્ડની યોજના અંતર્ગત ગ્રાહક સસ્તા કોલ દર યોજનામાંથી પસંદગી કરી શકશે.
તેમણે કહ્યું કે, નવી યોજના અંતર્ગત આઈડિયાના તમામ ગ્રાહક સ્થાનીય અને એસટીડી કોલ એક સમાન દર પર કરી શકશે. 'ભારતી એરટેલ સહિત એમટીએસ તથા એયરસેલ જેવા ઓપરેટર પ્રતિ સેકન્ડના કોલ દરનો વિકલ્પ રજૂ કરી ચૂક્યાં છે.