રીયલ એસ્ટેટ કંપની ઓમૈક્સે 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં 22.51 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફાની કમાણી કરી છે, જે અગાઉના નાણાકિય વર્ષના આ સમયગાળાથી 10.45 ટકા વધારે છે. ભૂતપૂર્વ નાણાકિય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો લાભ 20.38 કરોડ રૂપિયા રહ્યો હતો.
ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કુલ આવક 9.75 ટકાની વૃદ્ધિ સાથે 223.92 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે જે અગાઉના નાણાકિય વર્ષના આ સમયગાળામાં 204.03 કરોડ રૂપિયા રહી હતી.
ઓમેક્સને આ નફો એ સમયે થયો છે જ્યારે આર્થિક મંદીના કારણે મોટાભાગની રીયલ એસ્ટેટ કંપનીઓને આંચકો લાગ્યો છે અને બીજા ત્રિમાસિક ગાળામાં તેના નફામાં ઘટાડો આવ્યો છે.