દ્રિચક્રી વાહન બનાવનારી ટીવીએસ મોટર કંપનીએ ઓક્ટોબર દરમિયાન પોતાના વાહનોના વેચાણમાં 12 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
આ દરમિયાન કંપનીએ 1.31 લાખ વાહન વેંચ્યા જ્યારે ગત વર્ષના આ સમયગાળામાં તેનું વેચાણ 1.17 લાખ વાહનોનું હતું. કંપની દ્વારા જારી એક યાદી અનુસાર ગત સાત માસમાં કંપનીએ વેચાણમાં છ ટકાની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને આ સમયગાળામાં તેણે 8.68 લાખ વાહનોનું વેચાણ કર્યું છે જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેણે 8.19 લાખ વાહન વેંચ્યાં હતાં.