આદિત્ય બિરલા સમૂહની કંપની હિંડાલ્કોએ પોતાની પરિયોજનાની નાણાપૂર્તિ માટે શેરોના વેચાણ મારફત આશરે 3,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.
હિંડાલ્કોના મુખ્ય નાણાકિય અધિકારી એસ તાલુકદારે કહ્યું કે, કંપનીની યોજના પાત્ર સંસ્થાગત નિયોજન અથવા જીડીઆર મારફત વિદેશી બજારોમાં ઇક્વિટી વેંચીને ફંડ એકત્ર કરવાની છે.
જો કે, તેમણે ઉપરોક્ત રકત એકત્ર કરવાની સમય સીમા કહી નથી. કંપનીએ આગામી ત્રણ વર્ષો દરમિયાન 23,000 કરોડ રૂપિયા નાણા રોકાણની યોજના બનાવી છે જેનું 70 ટકા દેણા મારફત એકત્ર કરવાની યોજના છે.
હિંડાલકોના મેનેજિંગ નિર્દેશક દેબૂ ભટ્ટાચાર્યએ કહ્યું કે, કંપનીની વિસ્તાર યોજનાઓ કાર્યક્રમ અનુસાર ચાલી રહી છે.