સ્કોડા ઓટો ઈંડિયાનું ઓક્ટોબરમાં વેચાણ 98 ટકા વધીને 1753 વાહન થઈ ગયું છે. ગત વર્ષના આ માસમાં તે આંકડો 887 વાહનોનો હતો.
કંપનીના નિર્દેશક મંડળના સભ્ય યામસ કુએલે અહીં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ માસમાં કંપનીના વેચાણમાં 58 ટકાની વૃદ્ધિ થઈ છે. ઓક્ટોબરમાં સ્કોડા સુપર્બની 336 કાર વેંચાઈ હતી.