પાયાગત માળખાના વિકાસ સાથે જોડાયેલી નાગાર્જુન કંસ્ટ્રક્શન કંપની લિમિટેડનો ચોખ્ખો નફો ચાલૂ નાણાકિય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળાના 42.30 કરોડ રૂપિયાની તુલનામાં 3.82 ટકા વધીને 43.92 કરોડ રૂપિયા થઈ ગયો છે.
કંપનીએ જણાવ્યું કે, આ સમયગાળામાં કંપનીની કુલ આવક 1.04 ટકાની મામૂલી વૃદ્ધિ સાથે 1067.87 કરોડ રૂપિયા થઈ ગઈ જ્યારે ગત વર્ષે તે આંકડો 1056.81 કરોડ રૂપિયાનો હતો.