વૈશ્વિક મંદીના કારણે બજારમાં પ્રતિષ્ઠા અડધી રહી જવા છતાં પણ ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને સ્ટીલ જગતના બેતાજ બાદશાહ લક્ષ્મી મિત્તલ દક્ષિણ આફ્રીકાના ટોચના વ્યવસાયી બની ગયાં છે.
સાપ્તાહિક વર્તમાન પત્ર સંડે ટાઈમ્સે દક્ષિણ આફ્રીકાના સૌથી ધનિક 150 ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરી છે જેમાં મિત્તલ બ્રિટેનમાં રહેવા છતાં પણ સતત પાંચમી વખત પ્રથમ સ્થાને આવ્યાં છે.
આર્સેલર મિત્તલના દક્ષિણ આફ્રીકી એકમમાં આર્સેલર મિત્તલ એસએમાં તેમની ભાગીદારીના કારણે તેમને આ યાદીમાં સ્થાન મળ્યું છે.