અમેરિકી વાહન નિર્માતા કંપની ફોર્ડ મોટરે ત્રીજા ત્રિમાસિક ગાળામાં આશરે એક અરબ ડોલરનો નફો જાહેર કર્યો છે. દુનિયામાં અર્થવ્યવસ્થાની નબળી સ્થિતિને જોતા મોટાભાગના વિશ્લેષકો તેનાથી આશ્વર્યચક્તિ છે.
સમાચાર એજેંસી ડીપીએ અનુસાર કંપનીએ પોતાની યાદીમાં 99.7 કરોડ ડોલરનો નફો થવાની માહિતી આપી છે. વર્ષ 2008 ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ કંપનીએ પ્રથમ વખત નફો કમાવ્યો છે.
બીજી તરફ કંપનીને સોમવારે એક મોટા આંચકાનો અનુભવ કરવો પડ્યો જ્યારે તેના કર્મચારીઓના પ્રમુખ યૂનિયને ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી તૈયાર એક નવા કરારને સ્વીકાર કરવાથી ઈનકાર કરી દીધો.
સપ્તાહાંતમાં 70 ટકા કર્મચારીઓને નવા કરારનો અસ્વીકાર કર્યા બાદ યૂનાઈટેડ ઓટો વર્કર્સના નેતાઓએ પોતાની હાર માની લીધી. નવા શ્રમિક કરારમાં હડતાલો પર છ વર્ષનો પ્રતિબંધ શામેલ છે.