આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ સોમવારે કહ્યું છે કે, તેણે ભારતને 6.7 અરબ ડૉલર મૂલ્યનું સોનું વેંચીને સપ્ટેમ્બરમાં સ્વીકૃત સોનાના વેચાણનું અડધુ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે.
સમાચાર એજેંસી ડીપીએ અનુસાર આઈએમએફે કહ્યું કે, તેણે ભારતીય રિજર્વ બેન્ક (આરબીઆઈ) ને 19 થી 30 ઓક્ટોબર વચ્ચે બીચ 200 ટન સોનાનું વેચાણ કર્યું. આઈએમએફના કાર્યકારી બોર્ડે પોતાના સ્વર્ણ ભંડારના આશરે આઠમોં ભાગ અથવા 403.3 ટન સોનાને વેંચવાની મંજૂરી આપી હતી.
આઈએમએફના પ્રમુખ ડોમિનિક સ્ટ્રાસ-કાને કહ્યું કે, આ વેચાણ આઈએમએફના નાણાને સુરક્ષિત કરવા અને ગરીબ દેશોના દેણા કાર્યક્રમને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.