વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » કાચા તેલની આયાતમાં 41% નો ઘટાડો
Feedback Print Bookmark and Share
 

ભારતની કાચા તેલની આયાત આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળામાં 41 ટકા ઘટીને 31. 6 અરબ ડોલરની રહી. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કીમતમાં ઘટાડાને પગલે કાચા તેલના આયાત બિલમાં ઘટાડો આવ્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલયના આંકડાઓ અનુસાર એશિયામાં તેલના ત્રીજા સૌથી મોટા ગ્રાહક ભારતે ચાલૂ નાણાકિય વર્ષના પ્રથમ છ માસમાં 31.6 અરબ ડૉલર મૂલ્યના 6.96 કરોડ ટન કાચા તેલની આયાત કરી. ગત નાણાકિય વર્ષના સમાન સમયગાળામાં 53.78 અરબ ડૉલર મૂલ્યના કાચા તેલની આયાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008 ના ઓગસ્ટ માસમાં કાચા તેલની કીમત રેકોર્ડ 147 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી જે હાલ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ છે.
સંબંધિત જાણકારી શોધો