વેચાણની દૃષ્ટિએ દુનિયાની સૌથી મોટી કાર કંપની ટોયોટાએ ભારતમાં ચાર લાખ કારના વેચાણના આંકડાને પાર કરી લીધો છે. કંપનીએ ભારતમાં 11 વર્ષ પહેલા વેપાર શરૂ કર્યો હતો.
ભારતમાં ટોયોટાની હાજરી કિલરેસ્કર સમૂહ સાથે સંયુક્ત ઉપક્રમના રૂપમાં છે. કંપની બેંગલૂરમાં 3,200 કરોડ રૂપિયાના રોકાણથી પોતાનું બીજુ વિનિર્માણ એકમ લગાવી રહી છે. અહીંથી કંપની 2011 ની શરૂઆતમાં પોતાની ‘રણનીતિક’ નાની કાર રજૂ કરશે.
ટોયોટા કિલરેસ્કર મોટર (ટીકેએમ) ના ઉપ મેનેજિંગ નિર્દેશક સંદીપ સિંહે એક યાદીમાં કહ્યું કે, ' તે ટોયોટાને ભારતના વાહન બજારના પ્રમુખ ખેલાડીઓના રૂપમાં સ્થાપિત કરવામાં સહાયક થશે. આ સિદ્ધિ એવા સમયે પ્રાપ્ત થઈ છે જ્યારે અમે ટૂક સમયમાં ભારતમાં કોમ્પેક્ટ કાર ઉતારવા જઈ રહ્યાં છીએ. '