સરકારે આજે ડુગળીની નિકાસને પ્રતિબંધિત કરવાની સંભાવનાથી ઈંકાર કરતા કહ્યું છે કે, તેની કીમતોમાં આવેલી તેજી તાત્કાલિક સમસ્યા છે અને નવો પાક આવ્યા બાદ કીમતો લગભગ અઢી માસમાં ઓછી થઈ શકે છે.
કૃષિ મંત્રી શરદ પવારે આર્થિક સંપાદકોના સમ્મેલનમાં કહ્યું આ (મૂલ્ય વૃદ્ધિ) તાત્કાલિક છે. અમે પૂરી રીતે સુનિશ્ચિત છીએ કે, લગભગ અઢી માસમાં પર્યાપ્ત માત્રામાં ડુંગળી મળી રહેશે અને કીમતો ઓછી હશે. એટલા માટે બે માસ માટે આવું પગલુ હાથ ધરવું મારા હિસાબે યોગ્ય નથી.
ડુગળીના નિકાસ પર સંભાવિત પ્રતિબંધના સંદર્ભમાં અનુમાન ત્યારે લગાડવામાં આવવા લાગ્યાં જ્યારે કેન્દ્ર સરકારે ડુગળી નિકાસ પર અંકુશ લગાડવા માટે ડુગળીની બહાર જનારા જથ્થાની કીમત (ન્યૂનતમ નિકાસ મૂલ્ય) માં આ માસે 145 ડોલર પ્રતિ ટનની ભારે વૃદ્ધિ કરી જે ચાલૂ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીની સર્વાધિક વૃદ્ધિ છે.
ચાલૂ નાણાકિય વર્ષના પૂવાર્ધમાં ભારતે રેકોર્ડ 9.91 લાખ ટનની નિકાસ કરી જ્યારે આ સમયગાળામાં ઘરેલૂ કીમતો મહત્વપૂર્ણ રીતે ન ઘટી.