ઘરેલૂ ખાનગી વિમાન કંપનીઓ જેટ એરવેજ અને કિંગફિશર એરલાઇંસે ઘરેલૂ ફ્લાઈટ્સ પર આજથી ઈંધણ-અધિભારમાં 200 રૂપિયા સુધીની વૃદ્ધિ કરી છે. બન્ને કંપનીઓએ કહ્યું છે કે, આ વૃદ્ધિ તત્કાલ પ્રભાવથી અમલમાં આવી ગઈ છે.
કિંગફિશરની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ઘરેલૂ ફ્લાઈટ્સ પર લગાડવામાં આવનારો ઈંધણ અધિભારમાં વૃદ્ધિ કરવામાં આવી છે જે આજથી પ્રભાવી થઈ ગઈ છે. યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 1,000 કિલોમીટર સુધીની ઉડાણો પર ઈંધણ અધિભાર 1,00 રૂપિયા જ્યારે 1,000 કિલોમીટરથી વધારેની ઉડાણો માટે 200 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે.
જેટ એરવેજના પ્રવક્તાએ કહ્યું કે, અમે જેટ એરવેજ, જેટ લાઇટ અને જેટ કનેક્ટની તમામ ઘરેલૂ ઉડાણો માટે ઈંધણ અધિભારમાં 200 રૂપિયા સુધીની વૃદ્ધિ કરી છે. સ્પાઈસ જેટે પણ કહ્યું છે કે, પરિચાલન ખર્ચ વધવાને પગલે તે આ પ્રકારની વૃદ્ધિ પર વિચાર કરી રહી છે.