સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ 'બીએસએનએલ' આજે પ્રતિ સેકંડ બિલિંગ યોજનાની જાહેરાત સાથે એ મોબાઈલ ફોન કંપનીઓની સાથે હરીફાઈમાં કૂદી પડ્યુ છે જે આ પ્રકારની વ્યાજબી સેવાઓ આપીને ગ્રાહકો વધારવામાં લાગ્યુ છે.
બીએસએનએલના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કુલદીપ ગોયલે કહ્યુ કે નવી બિલિંગ યોજના હેઠળ ઉપભોક્તા એક પૈસો પ્રતિ સેકંડના દરે બીએસએનએલ નેટવર્ક પર ફોન કરી શકે છે.
તેમણે કહ્યુ કે જે બીજી યોજનાઓ રજૂ કરવામાં આવી છે તેના હેઠળ અન્ય નેટવર્ક પર સ્થાનિક અને એસટીડી કોલ કરવા માટે 49 પૈસા પ્રતિ મિનિટના દરે ફોન કરી શકે છે.
બીએસએનએલને 49 પૈસા પ્રતિ મિનિટની કોલ દરથી આશા છે કે કંપનીને વધુ ઉપભોક્તા મળશે અને તે હરીફાઈમાં ટકી રહેશે.