દેશમાં મોબાઈલ દૂરસંચાર ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ વચ્ચે જારી હરીફાઈ વચ્ચે મોગાઈલ ફોન વેંચનારી નવી નવી કંપનીઓ પણ બજારમાં આવવા લાગી છે. આ ક્રમમાં સોમવારે સલોરા ઈંટરનેશનલ લિમિટેડે સિંગાપુરની મોબેલ ટેક્નોલોજી સાથે મળીને ભારતીય બજારમાં મોબેલ નામથી મોબાઈલ ફોન રજૂ કર્યો. જેની કિમત 2 હજાર રૂપિયાથી લઈને 7 હજાર રૂપિયા સુધીની છે.
સલોર ઈંટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ જીવરાજકા અને મોબેલ ટેક્નોલોજીના મેનેજિંગ નિર્દેશક ઑર્થર ટૈને કંપનીના ઉત્પાદનને ભારતીય બજારમાં રજૂ કર્યું.
શ્રી જીવરાજકાએ જણાવ્યું કે, કંપની સ્વયં શોધ અને વિકાસ બાદ મોબાઈલ ફોન બનાવી રહી છે અને આ તમામ મોડ્લ ડ્યૂલ સિમવાળા છે. તેમણે કહ્યું કે, તમામ મોડલોમાં બે સિમની સાથે જ એક્સપેંડેબલ મેમોરીની પણ સુવિધા છે.