વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સેંસેક્સની 409.04 અંકની છલાંગ
Feedback Print Bookmark and Share
 

આંતરરાષ્ટ્રીય શેર બજારોમાં મજબૂતીના વલણ વચ્ચે ફંડો દ્વારા બ્લૂચિપ શેરોમાં જબરદસ્ત લેવાલીથી મુંબઈ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 409.04 અંકની છલાંગ લગાવતા 16,849.60 અંક પર બંધ થયો.

આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 122.25 અંકની વૃદ્ધિ પ્રાપ્ત કરતા 5,000 અંકથી ઉપર બંધ થયો.

બ્લૂચિપ શેરોમાં ફંડોની લેવાલીથી રિલાયંસ ઈંડસ્ટ્રીજ 2.70 ટકા ચડીને 2,107.95 રૂપિયા અને ઈનફોસિસ ટેક્નોલોજીસ 4.08 ટકાની તેજી સાથે 2,308.70 અંક પર બંધ થયો. આ બન્ને શેરોની સેંસેક્સમાં આશરે 23 ટકાનું યોગદાન છે. બજારમાં તેજીનો અંદાજો એ વાતથી લગાડી શકાય છે કે, સેંસેક્સમાં શામેલ તમામ શેર સરસાઈ મેળવીને બંધ થયાં.
સંબંધિત જાણકારી શોધો