વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સહારા મ્યુચુઅલ ફંડ અન્ય કંપનીઓથી આગળ
Feedback Print Bookmark and Share
 

મોટી કંપનીઓને પછાડતા અપેક્ષાકૃત નાની મ્યુચુઅલ ફંડ કંપનીઓની પરિસંપત્તીઓમાં ચાલૂ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે જેમાં ટારસ એમએફ અને સહારા એમએફ શામેલ છે.

માર્ચ 2009 સુધી 1, 500 કરોડ રૂપિયાની પ્રબંધનાધીન પરિસંપત્તિ :એયૂએમ: વાળી બાર મ્યુચુઅલ ફંડ કંપનીઓના વિશ્લેષણથી સ્પષ્ટ છે કે, ગત ઓક્ટોબરના અંત સુધી તેના એયૂએમમાં સરેરાશ 100 ટકાની વૃદ્ધિ થઈ છે.

ચાલૂ નાણાકિય વર્ષ દરમિયાન અત્યાર સુધી દેશની ટોચની પાંચ મ્યુચુઅલ ફંડ કંપનીઓના એયૂએમમાં 41 થી 61 ટકાની વૃદ્ધિ થઈ. ઓક્ટોબર અંત સુધી રિલાયંસ એમએફનો એયૂએમ 44 ટકા વધીને 1, 16, 782 કરોડ રૂપિયા થયો અને એચડીએફસી મ્યુચુઅલ ફંડની પરિસંપત્તી વધીને 61 ટકા 93, 316 કરોડ રૂપિયા થઈ ગઈ.

બીજી તરફ ટારસ મ્યુચુઅલ ફંડની પરિસંપત્તી ઓક્ટોબરના અંત સુધી સાત ગણી વધીને 1, 401 કરોડ રૂપિયા થઈ ગઈ જેનાથી તે ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધી સૌથી વધુ નફો કમાનારી કંપની બની ગઈ છે.
સંબંધિત જાણકારી શોધો