વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સત્યમ આરોપીઓની જેલમાં લેપટોપની માગણી
Feedback Print Bookmark and Share
 

કરોડો રૂપિયાના કૌભાડ મામલામાં ન્યાયિક અટકાતમાં રહેલા સત્યમના ભૂતપૂર્વ કાર્યકારી રામ રાજૂ અને વાડલામણિ શ્રીનિવાસે સ્થાનીય કોર્ટમાં અરજી દાખલ કરીને જેલની અંદર લેપટોપના ઉપયોગની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે.

અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ આવેદન આપીને સત્યમ કોમપ્યૂટરના ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેક્ટર રામ રાજૂ અને ભૂતપૂર્વ મુખ્ય નાણાકિય અધિકારી:સીએફઓ: વી શ્રીનિવાસે જેલમાં લેપટોપના ઉપયોગની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, તેનાથી તેને સેબી એસએફઆઈઓ પ્રવર્તન નિદેશાલય અને કંપની લો બોર્ડ દ્વારા લગાડવામાં આવેલા વિભિન્ન આરોપોથી બચાવ કરવામાં મદદ મળશે.

બન્નેએ એમ પણ કહ્યું છે કે, સીબીઆઈના મામલામાં સંબંધિત સૂચનાઓના સંબંધમાં તેમને સીડી ઉપલબ્ધ કરાવી છે. કેસની સુનાવણી 16 નવેમ્બરના રોજ થવાની સંભાવના છે.

સત્યમના સંસ્થાપક બી રામલિંગ રાજૂની નાણાકિય ધોખાધડીની વાત સ્વીકારવામાં આવ્યાં બાદ રામ રાજૂ અને શ્રીનિવાસ આ વર્ષે જાન્યુઆરીથી ચંચલગુડા જેલમાં બંધ છે.
સંબંધિત જાણકારી શોધો