વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ભારત દ્વારા 12 ટન સફરજનની આયાત
Feedback Print Bookmark and Share
 

અધિકારીઓએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાને આજે ભારતને 12 ટન સફરજનની નિકાસ કરી. અફઘાનિસ્તાનની આ પહેલ તેના કૃષિ ઉત્પાદનો માટે બહુપ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય બજારની સંભાવનાઓને વિકસીત કરવાની દિશામાં એક મોટુ પગલું છે.

ભારતને નિકાસ કરવામાં આવેલા સફરજનને વાયુ માર્ગ અને જમીન માર્ગે મોકલવામાં આવ્યાં છે. તેમનું આ પગલું ખેડૂતોને અફીણ સિવાય પણ અન્ય પાકની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોનો ભાગ છે.

આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે અફઘાનિસ્તાને અફીણનું ઉત્પાદન ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ પણ દુનિયાના બજારોમાં આ માદક પદાર્થના 90 ટકાથી વધુ ભાગની આપૂર્તિ કરે છે.
સંબંધિત જાણકારી શોધો