કેબલ એંડ સેટેલાઈટ બ્રોડકાસ્ટિંગ એશોશિએશન ઓફ એશિયા(સીએએસબીએએ)નુ કહેવુ છે કે ઘણી ચેનલોવાળા ટેલીવિઝન ઉદ્યોગમાં હવે પહેલાથી વધુ પ્રતિસ્પર્ધા છે.
સીએએસબીએએની વાર્ષિક બેઠક ત્રણથી છ નવેમ્બર દરમિયાન હોંગકોંગમાં થઈ હતી. જેમા જુદા જુદા દેશોના લગભગ 700થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો. બેઠકના સંબંધમાં સીએએસબીએએ એ કહ્યુ કે વર્તમાન દિવસમાં ટેલીવિઝન ઉદ્યોગમાં સૌથી વધુ પ્રતિસ્પર્ધા છે. બધા પોતાના બજારને વધારવા માંગે છે.
એશિયા પેસિફિક ગ્રુપ ઓફ એમ ના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક પેટર્સને કહ્યુ, તાજેતરમાં જ કરવામાં આવેલ શોધમાં જાણવા મળ્યુ છે કે લોકો વધુ ટીવી જુએ છે. અમારુ માનવુ છે એક એશિયાઈ લોકોને ટીવીથી પ્રેમ હોય છે.