ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)એ કહ્યુ કે હવે તેનુ ધ્યાન એ વાત પર છે કે આર્થિક સુધારાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે. સાથે જ પહેલા ચરણની મૌદ્રિક કડકાઈથી વિકાસને પ્રભાવિત કર્યા વગર મોંધવારીને કાબૂમાં લેવામાં આવશે.
આરબીઆઈના કાર્યકારી નિદેશક દીપક મોહંતીએ કહ્યુ તાજેતરમાં દુનિયા અને ભારતનુ ધ્યાન સંકટ વ્યવસ્થા પરથી હટીને સુધાર વ્યવસ્થા તરફ થઈ ગયુ છે. મોહંતીએ કહ્યુ કે મુખ્ય પડકાર એ છે કે નરમ મૌદ્રિક નીતિને કેવી રીતે પાછી લેવામાં આવે. નાણાકીય સંકટનો સામનો કરવા માતે નરમ મૌદ્રિક નીતિ અપનાવવામાં આવી છે.