વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ઈરાન ભારત સાથે ઊર્જા ક્ષેત્રમાં રોકાણ ઈચ્છુક
Feedback Print Bookmark and Share
 

ઊર્જા ક્ષેત્રમાં સહયોગને લઈને આગામી સપ્તાહે યોજાનારી ભારત-ઈરાન વાતચીત પહેલા ઈરાનના ઉદ્યોગ ક્ષેત્રના એક અધિકારીએ કહ્યું છે કે, 'અમે ઈચ્છીએ છીએ કે, ભારત અમારે ત્યાં તેલ,ગેસ,વીજળી અને ખાણ ક્ષેત્રોમાં રોકાણ કરે.'

ઈરાન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રીજ એંડ માઈંસ (આઈસીસીઆઈએમ) ના અધ્યક્ષ મોહમ્મદ નહાવાંદિયાને એક સંગોષ્ઠીને સંબોધિત કરતા કહ્યું છે કે, ' ઈરાન ભારત માટે ઊર્જાનો સૌથી મૂલ્યવાન સ્રોત સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઈરાન ભારત સાથે સ્વાસ્થ્ય પર્યટન તથા પરિવહનના ક્ષેત્રમાં સંયુક્ત ઉપક્રમ ઈચ્છે છે.'

ભારત પોતાના કુલ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનું 65 થી 70 ટકા વિદેશોથી આયાત કરે છે. નહાવાંદિયાને કહ્યું કે, ઈરાન ભારતનો પ્રાકૃતિક ગેસનો પ્રમુખ નિકાસકાર દેશ બની શકે છે અને ભારતના ઉર્જા ઉત્પાદનમાં યોગદાન આપી શકે છે.

આશરે ત્રણ વર્ષ પહેલા ઈરાને ખાનગીકરણને પ્રોત્સાહન આપવા તથા અંગત રોકાણને પ્રોત્સાહન આપવા માટે કાયદામાં સંશોધન કર્યું હતું. ઈરાને પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમાને 40 થી વધારીને 100 ટકા કરી દીધી હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ભારત, ઈરાન, મુંબઈ