વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » બ્રોકર મ્યૂચ્યુઅલ ફંડ ઉત્પાદન વેચી શકે : સેબી
Feedback Print Bookmark and Share
 

બજાર નિયામક ભારતીય સિક્યુરિટી અને વિનિમય બોર્ડ સેબીએ મ્યૂચ્યુઅલ ફંડ ઉત્પાદનોની સીમા વધારવા માટશેરબ્રોકરોને પણ દિશાનિર્દેર્શોને અનુરૂપ તેને વેચવાની મંજૂરી આપી દીધી છે.

સેબી દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ‘‘મ્યૂચુઅલ ફંડનું શેરબજાર તંત્ર મારફત લેણદેણ કરવા ઈચ્છુક બ્રોકરોને સેબી સર્કુલરમાં જણાવામાં આવેલી અનિવાર્યતાને પૂર્ણ કરવાની જરૂરિયાત રહેશે. સેબીએ કહ્યું છે કે, એજન્ટોને મ્યૂચ્યુઅલ ફંડ બ્રોકરો માટે દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે.

સેબીએ કહ્યું છે કે, તેની સાથે જ શેરબજારોમાં રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરનારી પ્રણાલીને મ્યુચ્યુઅલ ફંડના મામલામાં બ્રોકરો અને તેના ગ્રાહકો વચ્ચે વિવાદને પણ જોવો પડશે. નિયામકે આ પગલું એટલા માટે ભર્યું છે જેનાથી શેરબજારોને પાયાગત માળખાનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે લેણદેણમાં કરવામાં આવી શકે.
સંબંધિત જાણકારી શોધો