વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » નોકિયાનો એન-97 મિની હૈંડસેટ લોન્ચ
Feedback Print Bookmark and Share
 

દુનિયાની સૌથી મોટી હૈંડસેટ નિર્માતા કંપની
nokia
ND
N.D
નોકિયાએ સોમવારે ભારતીય બજારમાં પોતાનો ફ્લૈગશિપ એન-97 સ્માર્ટફોનનું નવુ સંસ્કરણ એન-97 મિની રજૂ કર્યું છે જેની કિમત 30,939 રૂપિયા છે.


એન-97 મિનીમાં 3.2 ઈંચનું ટચ ડિસ્પ્લે, ક્વેરટી કી-બોર્ડ તથા પૂર્ણ કસ્ટમાઈસેબલ હોમસ્ક્રીનની ખુબીઓ છે. જો કે, એન-97 મિનીમાં એન-97 ની તુલનામાં ઓછી બિલ્ટ ઈન મેમોરી છે પરંતુ તેમાં એક મોટી ખુબી 'લાઈફકાસ્ટિંગ' ની છે.

ફેસબુક સાથે કરાર

ફિનલેન્ડની કંપનીએ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક સાથે કરાર કર્યો હ્ચે અને લોકો પોતાના લોકેશન અથવા સ્ટેટસનું વેબસાઈટ પર આ હૈંડસેત મારફત અપગ્રેડેશન કરી શકે છે. નોકિયાએ તેને લાઈફકાસ્ટ કહી છે.

નોકિયા ઈંડિયાના નિર્દેશક વી. રામનાથે કહ્યું છે કે, આજે વધુમાં વધુ લોકો પોતાના ઓનલાઈન તથા વાસ્તવિક જીવનને ઈંટરનેટ મારફત એક સાથે લાવવા ઈચ્છે છે તેમણે કહ્યું કે, એન-97 મિનીને સોશ્યલ ઈંટરનેટ મારફત ડિઝાઈન કરવામાં આવ્યું છે.

એન-97 ના 20 લાખ સેટ વેંચ્યા

વૈશ્વિક સ્તર પર નોકિયાએ એન-97 રજૂ કર્યા બાદ થોડા જ મહિનાઓમાં તેના 20 લાખ હૈડસેટ વેંચી દીધા હતાં. વૈશ્વિક બજારમાં નોકિયાની ભાગીદારી 40 ટકાની છે અને ભારતના હૈંડસેટ બજારમાં પણ તે અગ્રણી કંપની છે.
સંબંધિત જાણકારી શોધો