વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ધનકુબેરોમાં મુકેશ અંબાણી અવ્વલ
Feedback Print Bookmark and Share
 

રિલાયંસ ઇંડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની હૈસિયત 32 અરબ ડોલરને બરાબર છે.

ધનકુબેરોની યાદીમાં લક્ષ્મી મિત્તલ બીજા અને અનિલ અંબાણી ત્રીજા સ્થાને છે. ભારતના ધની વ્યક્તિઓની ફોબ્ર્સની સૂચીમાં લક્ષ્મી મિત્તલ 30 અરબ ડોલર નેટવર્થ (શેર અને દેણદાઓથી મુક્ત નાણા) સાથે બીજા, જ્યારે મુકેશના નાના ભાઈ અનિલ અંબાણી 17.5 અરબ ડોલર નેટવર્થ સાથે ત્રીજા સ્થાન પર છે.

જ્યારે વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી 14.9 અરબ ડોલર નેટવર્થ સાથે ચોથા અને એસ્સાર સમૂહના શશિ અને રવિ રુઇયા 13.6 અરબ ડોલર નેટવર્થ સાથે પાંચમાં સ્થાને છે.

ફોબ્ર્સ પત્રિકાએ કહ્યું છે કે, ભારતના 100 સૌથી ધનિ વ્યક્તિઓની બજારમાં કુલ હૈસિયત 276 અરબ ડોલર બરાબર છે. આ દેશના સકલ ઉત્પાદન (જીડીપી) ના આશરે એક ચતૃર્થાંશ છે. ભારતના ધનકુબેરો માટે ખુશીનો દિવસ ફરીથી પરત આવ્યો છે. તેનું એક મોટુ કારણે શેરબજારમાં ઉછાળ છે. ભારતમાં ત્રણ સૌથી અમીર ઉદ્યોગપતિઓની હૈસિયત 79.5 અરબ ડોલર છે જે એક વર્ષ પહેલાના મુકાબલે 25.7 અરબ ડોલર વધારે છે.
સંબંધિત જાણકારી શોધો