ટેલીફોન ક્ષેત્રની પ્રમુખ કંપની ભારતી એયરટેલે આજે પોતાના મોબાઈલની રોમિંગ દરમાં 60 ટકાનો કપાત કરી દીધી. જેનાથી ટેલીફોન ક્ષેત્રમાં દરને લઈને ચાલી રહેલ યુધ્ધ વધુ ગરમાઈ રહ્યુ છે.
નવી યોજના એયરટેલ ટબરે હેઠળ ગ્રાહકોને રોમિંગ દરમિયાન ઈનકમિંગકાળ માટે 60 પૈસા પ્રતિ મિનિટનો જ ચાર્જ લેવામાં આવશે. કંપનીએ પોતાના નેટવર્કથી પોતાના નેટવર્કની સ્થાનીક અને એસટીડી કોલ્સ માટે 60 પૈસા પ્રતિ મિનિટનો દર લાગૂ થશે.
દર ઓછા થવાથી ટેલીફોન કંપનીઓનો નફો ઘટવા માંડ્યો છે પરંતુ ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે કંપનીઓ પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માંગે છે.
કંપની તરફથી રજૂ થયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે રોમિંગ દરમિયાન બીજા નેટવર્ક પર સ્થાનીક અને આઉટગોઈંગ કોલ્સ માટે 80 પૈસા પ્રતિ મિનિટનો દર લાગૂ થશે. કંપનીએ કહ્યુ છે કે રોમિંગ દરમાં કપાતથી કંપનીના ગ્રાહકોને 60 ટકાનો ફાયદો થશે.