ટેલીફોન ઓપરેટરોએ ઓક્ટોબર મહિના દરમિયાન રેકોર્ડ 1.66 કરોડ નવા મોબાઈલ ગ્રાહક જોડ્યા છે. ઓપરેટરો દ્વારા શરૂ કરવામાં આવેલ નવી પ્રતિ સેકંડ બિલિંગ વ્યવસ્થાએ મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં રેકોર્ડ વધારો કરવાની ભૂમિકા ભજવી છે.
ટેલીફોન નિયામક ટ્રાઈ મુજબ, ભારતમાં ઓક્ટોબર મહિના દરમિયાન જીએસએમ, સીડીએમ અને એફડબલ્યૂપીને મળીને કુલ 1.66 કરોડ નવા મોબાઈલ ગ્રાહક બન્યા. આ રીતે ઓક્ટોબરના અંત સુધી દેશમાં કુલ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 48.84 કરોડ થઈ ગઈ છે.
મહિના દરમિયાન ટાટા ટેલીસર્વિસેઝની સૌથી વધુ 38.7 લાખ નવા મોબાઈલ ગ્રાહક જોડ્યા. એ દરમિયાન વોડાફોને 29.8 લાખ નવા ગ્રાહક બનાવ્યા. ગ્રાહક સંખ્યાના અધાર પર દેશની સૌથી મોટી મોબાઈલ કંપની ભારતી એયરટેલે ઓક્ટોબર દરમિયાન 27 લાખ નવા મોબાઈલ ગ્રાહક બનાવ્યા.