વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » નક્સલી બન્યા ટાટા સ્ટીલના માર્ગમાં અડચણ
Feedback Print Bookmark and Share
 

છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહે કહ્યુ છે કે દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી લોખંડ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલની લગભગ 19000 કરોડ રૂપિયાના રોકાણથી રાજ્યમાં પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી પરિયોજનાને નક્સલીઓ બાધિત કરી રહ્યા છે.

સિંહે અહી કહ્યુ કે નક્સલી ભૂમિ અધિગ્રહણના કામમાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છે. કંપનીને બસ્તર જિલ્લાના લોહાંડીગુડામાં લગભગ 50 લાખ ટન વાર્ષિક ક્ષમતાવાળી આ પરિયોજનાને માટે કુલ 1800 એકર જમીનની જરૂર છે. આ દિશામાં ઘણુ કામ થઈ ચૂક્યુ છે.

ટાટા સ્ટીલ દ્વારા આપવામાં આવેલ જમીન વળતરની 74કરોડની રકમમાંથી 80 ટકા વેચાઈ ચૂકી છે. હવે ફક્ત કબજો અપાવવાનો છે. પરંતુ નક્સલી લોકો પર દબાવ બનાવી પરિયોજનામાં અડચણ ઉભી કરી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો