ભારતીય જીવન વીમા ઉદ્યોગના ચાલૂ નાણાકિય વર્ષમાં આશરે 15 ટકાના વૃદ્ધિ દરથી વધવાની આશા છે અને આ સમયગાળામાં આ ઉદ્યોગ કુલ 2,55,000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ પ્રાપ્ત કરશે.
જીવન વીમા પરિષદના મહાસચિવ એસ.બી. માથુરે કહ્યું અર્થવ્યવસ્થામાં મંદગતિ હોવા છતાં પણ વીમા ઉદ્યોગનું વધવાનું યથાવત છે.
અમે ભવિષ્યને લઈને આશાવાદી છીએ અને આશા છે કે, આ ઉદ્યોગ ચાલૂ નાણાકિય વર્ષમાં 15 ટકાના વૃદ્ધિ દરથી વધશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગ નિકાયના અનુમાન મુજબ ચાલૂ નાણાકિય વર્ષ માટે 2,55,000 કરોડ રૂપિયાના કુલ પ્રીમિયમનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવશે.