વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » પંજાબ વિ.વિમાં વ્યાવસાયિક પ્રશિક્ષણ યોજના
Feedback Print Bookmark and Share
 

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે રાજ્યના વિશ્વવિદ્યાલયોને નિર્દેશ કર્યો છે કે, તે વર્ષમાં એક લાખ યુવકોને વ્યાવસાયિક પ્રશિક્ષણ પૂરુ પાડવા માટે એક વ્યાપક યોજના તૈયાર કરે.

બાદલે કુલપતિ પરામર્શદાત્રી સમિતિની એક બેઠકમાં કહ્યું કે, તે કોલેજોમાં એવા પાઠ્યક્રમ શામેલ કરે જેનાથી વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રામીણ યુવકોને વ્યાવસાયિક પ્રશિક્ષણ મળી શકે.

શિક્ષા મંત્રી ઉપિન્દરજીત કૌરે કહ્યું કે, ડિસેમ્બરના અંત સુધીમાં આશરે 11 હજાર શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને તેના માટે પ્રક્રિયા જારી છે.

પાકિસ્તાનના પંજાબના ભૂતપૂર્વ શિક્ષા મંત્રી ઈમરાન મસૂદે કહ્યું કે, નનકાના સાહેબમાં ગુરૂ નાનક દેવ વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. મસૂર બાદલના વિશેષ અનુરોધ પર બેઠકમાં શામેલ થયાં.
સંબંધિત જાણકારી શોધો