સત્યમ કોમ્યુપ્ટર કંપનીનું કૌભાંડ સાત હજાર આઠ સો કરોડ નહીં પરંતુ 14 હજાર કરોડથી વધારેનું છે. આ ખુલાસો સીબીઆઈએ કર્યો છે. સીબીઆઈએ હૈદરાબાદની વિશેષ કોર્ટમાં સત્યમ કૌભાંડની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
200 પન્નાની ચાર્જશીટમાં સત્યમના ભૂતપૂર્વ ચેરમેન રામાલિંગા રાજૂ અને બીજા આરોપીઓની સંપત્તિ અને પૈસાના લેણ-દેણનો કાચો ચિઠ્ઠો ખોલવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં 1065 સંપત્તીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં છ હજાર એકર જમીન, 40 હજાર વર્ગ ગજના પ્લોટ અને 90 હજાર વર્ગ ફુટના ઘર શામેલ છે. સીબીઆઈએ આ મામલામાં પ્રથમ ચાર્જશીટ સાત એપ્રિલના રોજ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સત્યમ કૌભાંડનો ખુલાસો આ વર્ષે સાત જાન્યુઆરીના રોજ આવ્યો હતો જ્યારે સત્યમના ચેરમેન રામલિંગા રાજૂએ કંપની એકાઉન્ટમાં છેતરપીંડીની વાત કબૂલતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ મુદ્દે અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ આરોપી હાલ હૈદરાબાદની ચંચલગુડા સેંટ્રલ જેલમાં બંધ છે.