નોએડામાં ઉભા કરાયેલા 108 મોબાઇલ ટાવરોંને સીલ કરી દેવામાં આવ્યાં છે. નોએડા પ્રાધિકરણે રહેણાક વિસ્તારોમાં ઉભા કરાયેલા ચાર સો અન્ય મોબાઈલ ટાવરો વિરુદ્ધ કાર્યવાહી કરતા નોટિસ જારી કરી છે. નિગમ અનુસાર કંપનીઓએ નિયમોની અનદેખી કરીને રહેણાક વિસ્તારોમાં ટાવર લગાડીને રાખ્યાં છે.
નોએડામાં રહેણાક વિસ્તારોની છત પર હવે મોબાઈલ ટાવર લગાડનારોની ખેર નથી કારણે નોએડા નગરનિગમે આ વિસ્તારોમાં લાગેલા ટાવરોને હટાવાનું શરૂ કરી દીધું છે આ અભિયાન અંતર્ગત શનિવારે નિગમ અધિકારીઓએ 108 મોબાઈલ ટાવરોને સીલ કરી દીધા. આ ટાવરોના હટવાથી જ્યાં લોકોમાં ખુશી છે ત્યાં કેટલાક લોકો નેટર્વકની સમસ્યાનો પણ સામનો કરી રહ્યાં છે.
જ્યારે નોએડા નગર નિગમની વાત માનીએ તો છ માસ પહેલા તમામ મોબાઈલ કંપનીઓ અને મકાન માલિકોને ટાવર હટાવાની નોટિસ આપવામાં આવી ચૂકી છે. જ્યારે મકાન માલિક નોટિસની વાતથી ઈનકાર કરી રહ્યાં છે.