વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » મોંઘવારી રોકવા માટે સરકાર પ્રયાસરત : પ્રણવ
Bookmark and Share Feedback Print
 

નાણામંત્રી પ્રણવ મુખર્જીએ રવિવારે કહ્યું છે કે, મોંઘવારી પર નિયંત્રણ માટે સરકાર માંગ પક્ષ અને પૂરવઠાના પક્ષમાં સંતુલન લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

મુખર્જીએ કહ્યું, "સરકાર ખાદ્ય પદાર્થોની કીમતો નીચે લાવવા માટે જરૂરી પગલા ભરી રહી છે. મોંઘવારી ઓછી કરવાના મુખ્યત્વે બે રસ્તા છે. એક તો પૂરવઠાના પક્ષની વ્યવસ્થા કરવી અથવા તો માંગના પક્ષની વ્યવસ્થા કરવી.

મુખર્જીએ અહીં કહ્યું કે, "ભારતીય રિજર્વ બૈંકે કેશ રિજર્વ રેસિયો (સીઆરઆર) વધારીને માંગ પક્ષની વ્યવસ્થા અગાઉથી જ કરી દીધી છે. તેનાથી બેકિંગ પ્રણાલીથી 40,000 કરોડ રૂપિયા એકત્ર થઈ જશે.

મુખર્જી ભારતીય સ્ટેટ બેંક દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના બારાલામાં બેન્કના 20,000 માં એટીએમના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે બોલી રહ્યાં હતાં. મુખર્જીએ કહ્યું કે, પૂરવઠાના પક્ષની વ્યવસ્થા માટે પણ પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games