દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુજુકીની કારોના વેચાણમાં ગત જાન્યુઆરીમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 33.3 ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીએ આ સમયગાળામાં 95,649 વાહન વેંચ્યાં. કંપની તરફથી સોમવારે જારી યાદીમાં કહેવામાં આવ્યુ6 છે કે, મારૂતિએ સમીક્ષાધીન માસ દરમિયાન 14,562 કારોની નિકાસ કરી.
ગત નાણાકિય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાલૂ નાણાકિય વર્ષના એપ્રિલથી જાન્યુઆરી માસ સુધી કંપનીનું વેચાણ 31.8 ટકા વધારીને 826,592 એકમના સ્તર પર પહોંચી ગયું.
વર્ષ 2009 ના જાન્યુઆરીમાં મારુતિએ નાની કાર (એ2) ખંડમાં આલ્ટો, વૈગન-આર, જેન, સ્વિફ્ટ, રિટ્જ અને એ-સ્ટારના વેચાણમાં 24.8 ટકાની વૃદ્ધિ સાથે અને 58,540 વાહન વેચ્યાં હતાં.
જ્યારે મધ્યમ આકારની કારો (એ3) ના ખંડના વાહનોના વેચાણમાં જાન્યુઆરીમાં 36.5 ટકાની વૃદ્ધિ થઈ અને 8,995 વાહનોનું વેચાણ થયું.