વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સેબીનો અધિકારી લાંચ લેતા પકડાયો
Bookmark and Share Feedback Print
 

કેંદ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) એ ભારતીય સિક્યુરિટી અને વિનિમય બોર્ડ (સેબી) ના સહાયક મેનેજિંગ ડિરેક્ટરની 25 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સેબી, કોલકાતાના સહાયક મેનેજિંગ નિર્દેશક આરપી સિંહને રવિવારે સાંજે સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ધરપકડ કરી.

ફરિયાદમાં આરોપ લગાડવામાં આવ્યો છે કે, સેબીના અધિકારીઓએ કોલકાતાની કંપનીઓના સમૂહના નિર્દેશકથી તેમની એક કંપની દ્વારા એલઆઈસી અને જીઆઈસીના કોર્પોરેટ એજન્ટના રૂપમાં વેપારી લેણદેણ વિષે દસ્તાવેજ માંગ્યાં હતાં.

અધિકારીઓએ ફરિયાદ કરનારાઓને આ મામલામાં આગળ ન વધવાની અવેજમાં 25 લાખ રૂપિયાની લાંચની માગણી કરી. સીબીઆઈએ છટકુ ગોઠવીને સહાયક મેનેજિંગ ડિરેક્ટરને 25 લાખ રૂપિયાની લાંચ સાથે રંગે હાથ પકડી લીધા.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games