વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » હોંડા મોટરસાઈકલનું વેચાણ 25 ટકા વધ્યું
Bookmark and Share Feedback Print
 

દ્રિચકી વાહન બનાવનારી કંપની હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇંડિયાએ જાન્યુઆરી, 2010 માં વેચાણમાં 24.84 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને આ દરમિયાન કંપનીએ 1,18,571 વાહનોનું વેચાણ નોંધાવ્યું.

ગત વર્ષ જાન્યુઆરીમાં કંપનીનું વેચાણ 94,982 વાહનોનું હતું. સમીક્ષાધીન સમયગાળામાં કંપનીની મોટરસાઈકલમાં વેચાણ 19 ટકા વધીને 47,815 એકમો રહ્યું જે ગત વર્ષે જાન્યુઆરીમાં 40,153 એકમોનું હતું.

જ્યારે બીજી તરફ જાન્યુઆરી, 2010 માં કંપનીના સ્કૂટરોનું વેચાણ 29.05 ટકા વધીને 70,756 વાહનોનું રહ્યું, જે ગત વર્ષે જાન્યુઆરીમાં 54,829 વાહનોનું હતું.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games