સૈન ફ્રાંસિસ્કો , મંગળ, 2 ફેબ્રુઆરી 2010( 17:54 IST )
વૈશ્વિક સ્તર પર વર્ષ 2009 દરમિયાન કોમ્પ્યૂટર ચિપ્સના વેચાણમાં નવ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જો કે, આ સ્થિતિ અનુમાનથી શ્રેષ્ઠ છે.
સેમી કંડક્ટર ઇંડસ્ટ્રી એસોસિએશને સોમવારે કહ્યું કે, વાર્ષિક વેચાણ વર્ષ 2008 ના 248.6 અરબ ડૉલરથી ઘટીને વર્ષ 2009 દરમિયાન 226.3 અરબ ડોલર થઈ ગયું. પ્રથમ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે, વર્ષ 2009 દરમિયાન વૈશ્વિક મંદીના કારણે કોમ્પ્યૂટર ચિપ્સનું વેચાણ ઘટીને 219.7 અરબ ડોલર પર આવી જશે.
એસોસિએશનના અધ્યક્ષ જૉર્જ સ્કૈલાઇજે એક યાદીમાં કહ્યું છે કે, વર્ષ 2009 વૈશ્વિક સેમી કંડક્ટર ઉદ્યોગ માટે અનુમાનથી શ્રેષ્ઠ સાબિત થયું છે. તેમણે કહ્યું કે, પૂરી આપૂર્તિ પ્રક્રિયા દરમિયાન નવી શોધો પર જોર આપવામાં આવવાથી વૈશ્વિક મંદીની અસરને ઓછી કરવામાં આવી શકી. આ પ્રકારે ઉદ્યોગે સ્વયંને મંદીથી ઉભરવાની સ્થિતિમાં લાવી દીધું છે.