વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » મહિંદ્રાની ઓછી કીમતવાળો ટ્રક બજારમાં
Bookmark and Share Feedback Print
 

પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિંદ્રા એંડ મહિંદ્રાએ બુધવારે બે લાખ 79 હજાર રૂપિયાની કીમતવાળો એક નાનો ટ્રક 'મૈક્સિમો' બજારમાં ઉતાર્યો.

આ ટ્રકનું પ્રદર્શન નવી દિલ્હીમાં આયોજિત આટો એક્સપોમાં કરવામાં આવ્યું હતું. કંપનીના મહારાષ્ટ્ર સ્થિત ચકન એકમમાં નિર્મિત આ ટ્રકને એક વર્ષના મફત સમારકામના પ્રસ્તાવ સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે.

કંપનીના અનુસાર, આ ટ્રકમાં બે સિલેંડર એન્જિન લગાડવામાં આવ્યું છે. પ્રત્યેક સિલેંડરમાં ચાર વાલ્વ છે, જેમાંથી 25 બીએચપી ઊર્જા ઉત્પન્ન થાય છે. આ એક લીટર ડીઝલમાં 20 કિલોમીટર ચાલશે. સાથે જ તેના પર 850 કિલોગ્રામ વજન ઉપાડી શકાય છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મહિંદ્રા, ટ્રક
Photogallery | Games