અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને એમ કહીને ચેતવ્યાં છે કે, વૈશ્વિક મંદીની ઉભર્યા બાદ નવી નોકરીઓ તો આવી રહી છે પરંતુ આવનારા મહીનાઓમાં રોજગાર દરમાં પરિવર્તન સંભવ છે.
શનિવારે વોશિંગ્ટન નજીક અહીં નાનકડા વેપારીઓને એક બેઠક બાદ ઓબામાએ કહ્યું કે, બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. ડિસેમ્બરમાં તે દસ ટકા હતો જે ગત માસે ઘટીને 9.7 ટકા રહી ગયો.
તેમણે જણાવ્યું કે, આ સારો સંકેત છે પરંતુ આ ઉજવણીનું કારણ ન હોય શકે. જો કે, આવનારા મહીનાઓમાં આ દરોમાં પરિવર્તન સંભવ છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, રોજગારમાં વૃદ્ધિ સકારાત્મક છે પરંતુ હજુ પણ ઘણા પરિવાર બેરોજગાર છે.