આવતા પાંચ દસકામાં ભારત દુનિયાની પાંચ ટોચની અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે. સાથે જ વૈશ્વિક સ્તર પર જતા પહેલા સ્થાનીક કંપનીઓએ ઘરેલુ બજારમાં આગળ વધવુ પડશે. આ વાત રિલાયંસ ઈંડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહી.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા દ્વારા આયોજીત પરિચર્ચામાં કહ્યુ - 'જેવુ કે હુ દુનિયાને જોઈ રહ્યો છુ, તેના મુજબ ભારત પોતાની લક્ષના માર્ગ પર છે. આપણે આવનારા દસકામાં દુનિયાની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાંથી એક હોઈશુ.'
અંબાણીએ કહ્યુ કે ભારતીય કંપનીઓએ વિદેશી બજારમાં પોતાનો વ્યવસાય ફેલાવતા પહેલા માનવ શક્તિ અને પ્રોધોગિકીના યોગ્ય ઉપયોગ દ્વારા દેશમાં પોતાના અસ્તિત્વને મજબૂત બનાવવું જોઈએ.