વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » મારૂતિને નિકાસ બેગણી થવાની આશા
Bookmark and Share Feedback Print
 

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુજુકી ઇંડિયા (એમએસઆઈ) એ આશા વ્યક્ત કરી છે કે, ચાલૂ નાણાકિય વર્ષમાં તેની નિકાસ બેગણી થઈને 1.6 લાખ એકમ પર પહોંચી જશે. સાથે જ કંપનીને 2009-10 માં કુલ વેચાણમાં 20 ટકાની વૃદ્ધિનો ભરોસો છે.

એમએસઆઈના કાર્યકારી અધિકારી (માર્કેટિંગ અને વેચાણ) મયંક પારીખે આજે અહીં ઓલ ઈંડિયા મેનેજમેન્ટ એસોસિએશન (આઈમા) ના એક કાર્યક્રમ પ્રસંગે કહ્યું કે, ગત નાણાકિય વર્ષમા અમે 80,000 એકમની નિકાસ કરી હતી.

ચાલૂ નાણાકિય વર્ષમાં અમે તેમાં 100 ટકાની વૃદ્ધિની આશા કરી રહ્યાં છે. કંપનીનું વિદેશી બજારમાં વેચાણમાં મુખ્ય યોગદાન ફ્લેગશિપ મોડલ એ-સ્ટારનું છે. એ-સ્ટારનું વિનિર્માણ કંપનીના માનેસર એકમમાં કરવામાં આવે છે અને તેની નિકાસ મુખ્યરૂપે યૂરોપ તથા ચીલી, અંગોલા, સઉદી અરબ, મોરક્કો, અલ્જીરિયા અને સંયુક્ત અરબ અમીરાતમાં કરવામાં આવે છે. આ દેશોમાં તેને 'સુજુકીન સેલેરિયો' ના નામથી ઓળખવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મારૂતિ, નિકાસ
Photogallery | Games