વિદેશરાજ્ય મંત્રી શશિ થરૂરે ઓમાનના ઉદ્યોગોને ભારતમાં ઉપલબ્ધ રોકાણના મોટા અવસરોનો શ્રેષ્ઠ ફાયદો ઉપાડવા માટે કહ્યું છે.
ઓમાન ભારત સંયુક્ત વ્યાપાર પરિષદને સંબોધિત કરતા થરૂરે કહ્યું કે, દોઢ અરબ ડોલરના ઓમાન-ભારત સંયુક્ત રોકાણ મૂડી પર લગભગ અંતિમ નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે.
તેમણે કહ્યું અંતિમ રૂપ આપવામાં ઔપચારિકતા જ બાકી રહી છે. એક વાર તેને મંજૂરી મળી જશે ત્યાર બાદ તે અમારા દેશો વચ્ચે મોજૂદા દ્રિપક્ષીય રોકાણ સંબંધોને પ્રગાઢ કરશે.