વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » જાહેરાત ઉદ્યોગમાં આ વર્ષે 15 % ની વૃદ્ધિ
Bookmark and Share Feedback Print
 

આર્થિક ક્ષેત્રમાં સુધારના સંકેતો વચ્ચે દેશનો જાહેરાત ઉદ્યોગ આ વર્ષે 15 ટકાના દરે વધશે. એક પ્રમુખ એજેંસી બીબીડીઓના અધ્યક્ષ આરકે સ્વામીએ અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે નિશ્વિત રૂપે સુધારના સંકેત છે અને ભારતીય જાહેરાત ઉદ્યોગને આ વર્ષે લગભગ 15 ટકાની વૃદ્ધિ નોંધાવવી જોઈએ.

તેમણે જણાવ્યું કે, વૃદ્ધિની આગેવાની ઑટોમોબાઇલ્સ, ટેલીકૉમ, ફાઇનેંશિયલ સર્વિસેજ, રિયલ ઇસ્ટેટ તથા અન્ય સહયોગી ઉદ્યોગ કરશે. તેમણે કહ્યું કે, ગત વર્ષ કંપનીઓએ વૈશ્વિક મંદીની વચ્ચે પોતાના જાહેરાત ખર્ચ વિષે સર્તકતા વર્તી પરંતુ હવે સકારાત્મકતાનું વલણ છે અને તેને જાહેરાત ઉદ્યોગમાં વૃદ્ધિનો સંકેત માનવો જોઈએ.

સ્વામીના અનુસાર દેશમાં કુલ જાહેરાત ખર્ચ લગભગ 20,000 કરોડ રૂપિયા છે જેમાંથી ટેલીવિજન અને પ્રિંટ જાહેરાતોની ભાગીદારી 16,000 કરોડ રૂપિયા છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games