ઈટલીની વાહન કંપની પિયાજિયો ત્રણ કરોડ યૂરોના રોકાણથી મહારાષ્ટ્રન બારામતીમાં સ્કૂટર સંયંત્ર લગાવશે. ભારતમાં એક સમયે ખૂબ લોકપ્રિય રહેલ વેસ્પા સ્કૂટરને કંપનીએ 2012ની શરૂઆતમાં ભારતીય બજારમાં બીજીવાર ઉતારવાની યોજના બનાવી છે.
સિયામના સંમેલનના અવસર પર પિયાજિયો વેહિકલ્સના ચેયરમેન અને પ્રબંધ નિદેશક રવિ ચોપડાએ કહ્યુ કે અમે બારામતીમાં નવુ સંયંત્ર લગાવવા ત્રણ કરોડ યૂરોનુ રોકાણ કરીશુ. આવતા ત્રણ વર્ષમાં આ સંયંત્રની ક્ષમતા દોઢ લાખ એકમ વાર્ષિક પર પહોંચી જશે.
ચોપડાએ જણાવ્યુ કે કંપનીના ઈરાદા વેસ્પાને ભારતમાં બીજીવાર 125 સીસીના ગિયર વગરના એંજિનની સાથે રજૂ કરવાનો છે. કંપની આ સ્કૂટરનુ નિર્માણ પ્રસ્તાવિત નવા સંયંત્રમાં કરશે.
તેમણે કહ્યુ કે અમે વેસ્પાને 2011ના અંત કે 2012ના શરૂમાં રજૂ કરી દેશુ. અગાઉ વેસ્પાને એલએમએલ વેસ્પાના નામે કાનપુરની લોહિયા મશીનરી લિ. ની સાથે ભાગીદારીમાં વેચવામાં આવતુ હતુ.