વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » હુંડૈની કાર એક સપ્ટેમ્બરથી મોંધી થશે
Bookmark and Share Feedback Print
 

P.R
દેશની મુખ્ય કાર કંપની હુંડૈ મોટર ઈંડિયાએ પહેલી સપ્ટેમ્બરથી પોતાના વિવિધ મોડલોની કિમંતોમાં 12 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

હુંડૈ મોટર ઈંડિયાના ઉપાધ્યક્ષ અરવિંદ સક્સેનાએ વાહન વિનિર્માતાઓના સંગઠન સિયામના સંમેલનના પ્રસંગ પર જણાવ્યુ કે ઉત્પાદન ખર્ચ વધવા છતા અમે કારની કિમંતોમાં વધારો નહોતો કર્યો. પણ હવે અમારે કિમંતો વધારવી પડશે. એક સપ્ટેમ્બરથી અમે વિવિધ મોડલોના ભાવમાં વધારો કરી રહ્યા છીએ.

હુંડૈ ભારતીય બજારમાં સાંત્રો, વેરના, આઈ10 અને સોનાટા કાર વેચે છે. સક્સેનાએ કહ્યુ કે આઈ10 જેવા મોડલના ભાવમાં 5,000 રૂપિયા સુધીનો વધારો થશે. આ પહેલા આ મહિને દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુજુકીએ કિમંતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

મારૂતિએ ઓલ્ટોને છોડીને પોતાના બધા મોડલોના ભાવ 7,500 રૂપિયા સુધી વધારી દીધા હતા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: હુંડૈ, ભાવ વધારો
Photogallery | Games