એચડીએફસી બેંકે પોતાની મુખ્ય વ્યાજ દરને 50 આધાર અંક વધારીને 14.25 ટકા કરી દીધી આ પગલાથી એચડીએફસીની હોમ લોન મોંધી થઈ જશે.
કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેની સંસોધિત છુટક મુખ્ય લોન દર એક સપ્ટેમ્બર 2010થી પ્રભાવી થશે. કંપની 30 લાખ રૂપિયા સુધીના હોમ લોનના દર વધારીને 9.25 ટકા કરશે.
આ જ રીતે 30-50 લાખ રૂપિયાવાળા હોમ લોન પર વ્યાજદર નવ ટકાથી વધારીને 9.5 ટકા અને 50 લાખથી વધુ રકમવાળા ચલ હોમ લોન પર વ્યાજ દર 9.75 ટકા રહેશે.