ઈરાકમાં પોતાના સૈન્ય અભિયાન ઔપચારિક રૂપે સમાપ્ત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ છે કે અર્થવ્યવસ્થાને ઉગારવા અને તેને ગતિ આપવી એ આજે સૌથી મોટી જરૂરિયાત છે.
ઓબામાએ વ્હાઈટ હાઉસમાં પોતાના ઓવલ કાર્યાલયથી રાષ્ટ્રના નામે પોતાને 18 મિનિટના સંબોધનમાં કહ્યુ કે અમારી સૌથી અનિવાર્ય જરૂરિયાત અર્થવ્યવસ્થાને સુધારવી અને એ લાખો અમેરિકીયોને રોજગાર આપવાનો ચે. જેઓ પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે આપણા મધ્યમ વર્ગને મજબૂત બનાવવા માટે બધા બાળકોને આવી શિક્ષા મળવી જોઈએ, જેના તેઓ લાયક છે. સાથે જ શ્રમિકોને એવુ કૌશલ આપવુ પડશે જેનાથી તેઓ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પ્રતિસ્પર્ધા કરી શકે.