જીવન વીમા નિગમે પ્રત્યક્ષ કર સંહિતાના તાજી કલમને જીવન વીમા પોલીસીધારકો માટે ફાયદાકારી બતાવી અને કહ્યુ કે નિગમ પ્રસ્તાવિત કર લાભને પોતાના ગ્રાહકો સુધી પહોંચાડશે.
એલઆઈસી અધ્યક્ષ ટી.એસ વિજયને કહ્યુ કે અમે ડીટીસીના લાભને પોતના પોલીસીધારકો સુધી પહોંચાડીશુ. લોકસભામાં રજૂ ડીટીસી ખરડામાં વીમા કંપનીઓ પર લગાવેલ 12.5 ટકા કરને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. આ કર વીમા કંપનીઓને તેમના એક્ચુરિયલ સરપ્લસ પર આપવો પડે છે. જેની સમાપ્તિથી કંપનીઓ પોતાના ગ્રાહકોને વધુ બોનસ આપી શકશે.
પ્રત્યક્ષ કર સંહિતામાં અનુમતિ પ્રાપ્ત કોષોમાં એક લાખ રૂપિયા સુધી રોકાન પર આવકવેરો છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને ટ્યુશન ફી અને સ્વાસ્થ્ય વીમા સહિત વીમામાં રોકાણ પ 50,000 રૂપિયા સુધીની વધુ છૂટની જોગવાઈ પણ છે. રોકાણ પર વર્તમાનમાં આપવામાં આવી રહેલ છૂટની તુલનામાં 30,000 રૂપિયાનો વધારો પ્રસ્તાવિત છે.
સરકારે જૂના આવકવેરા અધિનિયમની જગ્યાએ નવો ડીટીસી ખરડો સંસદમાં રજૂ કર્યો છે. જેમા ઘણી રાહતો અને અધિભાર અને ઉપકરને સમાપ્ત કરવામાં આવ્યા છે.